Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે સાંજે સાડા આઠ વાગે હું ઘરે આવી અને રોજની આદત મુજબ ટીવી ચાલું કર્યું... સુરતની ભયંકર ઘટના જોઈ મારું દિલ રોઈ ઉઠ્યું... મારો દીકરો નજર આગળ નહતો દેખાતો, મેં એને બૂમ મારી...

અને એ અમારા ઘરની ઉપરની બાલ્કનીમાંથી એના એક મિત્ર સાથે નીચે આવ્યો. એ કેરમ રમી રહ્યો હતો. એને જોઈને મનમાં એટલી શાંતિ થઈ આવી...

હું એને કોઈ ટ્યુશન ક્લાસમાં નથી મોકલતી, કોઈ હોબી ક્લાસમાં પણ નહિ, સ્વિમિંગ શીખવા મોકલેલો કેમ કે એ જરૂરી છે એ પણ મારી નજીકના અને જાણીતા જીમખાનામાં જ્યાં ચાર પાંચ કોચ સતત બાળકોનું ધ્યાન રાખતા હોય, અત્યારે વેકેશનમાં એ એના દોસ્ત સાથે રમે છે, ટીવી જુએ છે અને વાર્તાના પુસ્તકો વાંચે છે, ક્યારેક એના દાદી સાથે પાડોશીના ઘરે જઈ ત્યાં રમીને આવે છે...!

ભણવામાં એ સારો જ છે, અટકે ત્યારે હું કે એની મોટી બેન એને મદદ કરીએ છીએ... વેકેશન પૂરું થયે એને સ્કૂલમાંથી લેવા જઈશ ત્યારે બધી મમ્મીઓ વાતો કરતી હશે,
આટલાથી આટલા વાગ્યા સુધી આ ક્લાસમાં મોકલ્યો.. ડ્રોઈંગ ક્લાસ, ડાંસિંગ ક્લાસ, સ્કેટિંગ, સ્વિમિંગ, કરાટે, એક્ટિંગ, સિંગીંગ, મ્યુઝીક, આર્ટ એન્ડ ક્રાફટ.... આ બધાની સાથે ભણવાના અલગ ક્લાસ તો ખરાં જ... મને પૂછશે તમે તમારા દીકરાને ક્યાંય ના મૂક્યો?

હું કોઈ જવાબ નહિ આપું, બસ એક સ્મિત ફરકાવી દઈશ અને એટલામાં મારો દીકરો દૂરથી લાઈનમાં આવતો દેખાશે, હસતો, મિત્રોના ટોળામાં ઘેરાયેલો.. મને એ એવો જ ગમે છે!

મારું બાળક એ મારો જ અંશ છે અને એ એક સારો માણસ બને મારા અને એના એના પપ્પા કરતા પણ વધારે સારો માણસ બસ એટલી જ અપેક્ષા છે, હું એને કોઈ સુપર હીરો બનાવવાનું સપનું સેવતી જ નથી જે બધું જ એકલે હાથે કરી લે...! એને શોખ હોય એ વસ્તુ એ જાતે કરી લે છે... ક્લાસમાં જવાની અને કોઈ વિષયમાં મહારત મેળવવાની ઈચ્છા એને થશે ત્યારે જ એને ક્લાસિસમાં મોકલીશ ત્યાં સુંધી હું કહીશ,

એન્જોય કર વ્હાલા... આ દિવસો, આ બાળપણ ફરી પાછું નહિ આવે!!

ૐ શાંતિ ?

©Niyati Kapadia.

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111179656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now