"નિઃશબ્દ"
અફસોસ કાલની ઘટના ઉપર, સૌ બની ગયા નિઃશબ્દ
અઢળક વ્હાલ, લાડ કોડથી ઉછેર્યા પછી ખરી પડ્યા એ, બની નિઃશબ્દ
થશે, આવશે, ચાલશે બે-ચાર દિવસ વિરોધનો વંટોળ
ફરી પોતાના કામધંધે લાગી જવાના, સૌ બની નિઃશબ્દ
જ્ઞાનનાં ભંડાર કહેવાય છે માત્ર વાતોમાં
હકીકતમાં કેટલાય માળા પીંખી નાખ્યા, એણે બની નિઃશબ્દ
અકળામણ મારી તમે ક્યાં કશી જાણી છે?
કલમ લખી નથી શકતી, મન વિચારે બની નિઃશબ્દ
દુઃખ મને પણ થયું, વિરોધ હું પણ કરું
પણ અવાજ સાંભળે છે કોણ? એટલે છું નિઃશબ્દ
-સાગર બી.ઓઝા