#સુરત #Surat
જેટલા હાથ ગોઝારી દુર્ઘટનાનાં ફોટા
અને વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતાં,
તેમાંથી દસ ટકા હાથ, મજબૂર બની
કુદતા બાળકોને ઝીલવામાં વપરાયાહોત
તો, વધું બે ચાર ઝીંદગીને બચાવી શકાઈ હોત.
ફાયર બ્રિગેડે શું કર્યું, શું નહિ એ પછીનો
પ્રશ્ન છે. માનવતાએ શુ કર્યું ? એ પહેલા.
બે વિડીયો ઓછા શૂટ થયાં હોત તો ચાલેત,
લાઈવ સ્ટ્રીમિંગથી દુર્ઘટનાગ્રસ્તને શુ લાભ ?
પીડિતોના સ્નેહીજનો આ વિડીયો
જોઈને વધું દુઃખી થયાં હશે એ પાક્કું.
વિનમ્રતાં સાથે એક વાત સૌને
કહેવાની કે, મોબાઇલ કરતાં
માનવતાને પ્રાધાન્ય આપવું.