Gujarati Quote in Thought by Jigisha Dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાર્યક્રમ-હું બોલું તું સાંભળ
કવિ-સૌમ્ય જોશી

ગઈ કાલે સૌમ્યભાઈના કંઠે એમની જ કાવ્ય કૃતિઓ માણવાનો અવસર મળ્યો. અનોખા અને નવા વિચારોને તેજ ધારવાળા શબ્દોમાં જે રીતે એમણે પીરસ્યા, દરેક સાંભળનારને એમણે વિચારતા કરી દીધા. એ કવિતાઓમાં ન સમઝાય એવા શબ્દોનો ભાર ન હતો, બલ્કે રોજિંદી બોલીની મીઠાશ હતી. શિવકાશીના બાળમજૂરની નિર્દોષ વેદના, સુખ દુઃખ નામના ભાઇઓની વાત, મીરાના પતિનો વિરહ, બુદ્ધ ને ખીલો ઠોકતા ભરવાડના વંશજનો બળાપો, ભેંસની સ્થિતપ્રજ્ઞતા, સેલ્સમેન ની મનોસ્થિતિ કંઈ કેટલાય અણસ્પર્શયા વિષયોનો ગુલદસ્તો હતો કાલનો પ્રોગ્રામ. ક્યાંક આંખ ભીંજાઈ તો ક્યાંક હાસ્યનો કલબલાટ ગુંજયો. સૌમ્ય સર સાથે ખબરજ ન પડી સમય ક્યાં વીત્યો. માતૃભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમ જો ફરી આવે તો ચોક્કસ માણજો. કવિતામાં રસ ન પણ હોય તોય મજા પડશે એની બાંહેધરી હું આપું છું.

Gujarati Thought by Jigisha Dave : 111177633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now