ભૂલા પડેલા કો'કને રસ્તા બતાવજો,
ક્યારેક માણસાઈ અમસ્તા નિભાવજો.
કાપી બધાય જંગલો, સૌ પ્રાર્થના કરે,
ભગવાન વાદળા તો વરસતા જ લાવજો.
ઉપર લખાવો પત્રમાં મનમોહિની છે તું,
ને અંતે તારા માટે તરસતા લખાવજો.
રામ નામે શું કર્યું જે જાણતા નથી,
બીજા જનમમાં એને પૂજારી બનાવજો.
હું રો કકળથી કોઈ દિ' પાછી નહિ ફરું
અંતિમ વિદાયમાં તમે હસતા જ આવજો