આશિષ
સર્વ નું થાય ભલું આં હાથે, એવા આશિષ આપજે તું.
નુકસાન કોઈનું થાય નહિ આં હાથે, એવા આશિષ આપજે તું.
કોઈ જરૂરતમંદ ને થોડી મદદ થાય આં હાથે, એવા આશિષ આપજે તું.
તારી બનાવેલી નૈસર્ગિક આં દુનિયાં ને સવારું, એવા આશિષ આપજે તું.
ફૂલ, ફળ, અનાજ ભરપુર ઊગે આં ધરા ઉપર, એવા આશિષ આપજે તું.
વન-વનરાઈ, નદી-નાળા સદા ખળ ખળ વહે, એવા આશિષ આપજે તું.
પ્રાણી, પંખેરું, માનવ બધાં છે તારે આધારે, એમને આશિષ આપજે તું.
હર એક નું, સર્વ નું સદા મંગળ થાય એવા આશિષ આપજે તું.
Armin Dutia Motashaw