આગાહી આખરે અનુમાન છે સંજોગો જોઈને.
આગાહી આખરે એ નિશાન છે સંજોગો જોઈને.
શક્યતાઓ એમાં રહેલી છે સાચા કે ખોટાં તણી,
આગાહી આખરે તો સુકાન છે સંજોગો જોઈને.
નથી વાર લાગતી સંજોગોને પલટતાં વખતમાં,
આગાહી આખરે અનુસંધાન છે સંજોગો જોઈને.
છાપ કે કાટા જેવી વાત સરળ છે અજમાયસીની,
આગાહી આખરે તો નિદાન છે સંજોગો જોઈને.
વર્તમાન પરથી ભાવિ ભાખવું સદા સત્ય ન સંભવે,
આગાહી આખરે તો સોપાન છે સંજોગો જોઈને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '