ચેહર મા નો માંડવો..... લેખ....
ચેહર મા નો માંડવો એને જાતર પણ કહેવાય અને રમેલ પણ કહેવામાં આવે છે. માંડવો એટલે એવુ કોઈ અઘરું કામ જે પુરુ થતુ ના હોય અને ચેહર મા ના માંડવાની બાધા રાખો તો તમારુ કામ થઈ જાય. માંડવો એ ચેહર મા ની સૌથી મોટી બાધા. માંડવો કરો એટલે ચેહર મા ખુશ થાય અને લીલાલહેર કરાવે. ગોર ના કુવે ચેહર મા ના માંડવા નુ આગવુ જ મહત્વ છે અને ચેહર મા હાજરા હજુર પરચા પૂરે છે. માઈ ભકત રમેશ ભાઈ ના ચેહરા પર અલૌકિક તેજ જોવા મળે છે અને ગામે ગામના ભુવા આખી રાત ધૂણે છે. રબારી સમાજ પણ ખુબ જ સેવા આપે છે. અને આખી રાત ચેહર મા ના સાનિધ્યમાં રહેવા મળે છે. સવારે પાંચ વાગે ચેહર મા નુ ફુલેકુ કરવામાં આવે છે. અને એ દ્રશ્ય ભાગ્યશાળી ને જોવા મળે છે. ફુલેકા પછી ચેહર મા ને નિવેધ ધરવામાં આવે છે પછી એની કોરી કરવામાં આવે છે. પછી અગિયાર વાગ્યે ચેહર મા ને થાળ જમાડવામાં આવે છે. આવો રૂડો રૂપાળો ચેહર મા નો માંડવો. લીલા શેરડીના સાંઠાથી લીલુડો માંડવો બાંધવામાં આવે છે અને ફૂલોથી શણગારવામાં આવે છે. ચેહર મા આવા લીલુડો માંડવો લઈ ખુબ જ હરખાઈ છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.... બોલો ચેહર માત કી જય....
ભાવના ભટ્ટ અમદાવાદ.....