*"માણસ પણ અદભુત છે"*
લાગણી રાખીયે તો વિશ્વાસ તોડી દે છે ને,
વિશ્વાસ કરીયે તો લાગણી જોડે રમે છે...
જૂઠું બોલી ને બધાંમાં મીઠાસ રેડે છે ને,
સાચું બોલી ને સૌને કડવો લાગે છે...
દિલ આપીએ તો રમત રમે છે ને,
રમત રમત માં દિલ તોડી દે છે...
પોતાના લોકો ને હરાવવા બેઠો છે ને,
પારકાઓ જોડે હારી બેસે છે...
આબરૂ વધારવા પૈસા કમાય છે ને,
પૈસા કમાવવા આબરૂ પણ વેચે છે...
સજ્જન સમાજ માં ખોટો ઠરે છે ને,
દુર્જન તો ડાહ્યી વાતો કરે છે...
કહેવાય છે કેટલાય જન્મો પછી
માણસ નો અવતાર મળે છે
તોયે હજારો માં કોઈ 'માણસ'
સાચા અર્થ માં "માણસ" બને છે...
???