આકૃતિ અને પ્રકૃતિમાં સાવ જુદો લાગતો માણસ.
વિચાર અને વર્તનમાં ક્યાં સરખો દેખાતો માણસ.
આમ તો શ્રેષ્ઠ સર્જન છે બ્રહ્માતણું તનમન થકી,
તોય સદાચારના માર્ગથી કેવો દૂર ભાગતો માણસ.
સ્વાર્થની સંકુચિતતામાં હરહંમેશ રાચતો માણસ,
કોઈ ગમે તેટલું સમજાવે તો પણ ના જાગતો માણસ.
અર્થની આંધળી દોટમાં કર્તવ્યને વિસરી જનારો,
ભલેને સાડાપાંચ ઊંચાઈ વામણો ભાસતો માણસ.
માનવતાને સાવ નેવે મૂકીને જીવન જીવતો માણસ,
નિષ્ફળતાનું દોષારોપણ નસીબને કરતો માણસ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '