# Kavyotsav
ગઝલ - કરતો રહ્યો
ખૂબ જીવી લઉ મનન કરતો રહ્યો
જીવવાની લ્હાયમાં મરતો રહ્યો
દૂર મારાથી થશે તો શું થશે ?
કેમ હું જીવીશ એ ડરતો રહ્યો
લાડલી સૂનું જ ઘર કરતી ગઈ
આજ એ અહેસાસ બસ ચરતો રહ્યો
શું ખબર સાચો કે ખોટો એ હતો ?
ભાવ સુંદર દિલમાં એક તરતો રહ્યો
હું નહીં જીવી શકું તારા વગર
ભ્રમ એ તૂટ્યો ને સમય સરતો રહ્યો
રાત રૂપેરી ને સુંદર કેમ થાય ?
બસ ફલક માં ચાંદ એક ફરતો રહ્યો
- શ્વેતા તલાટી