# Kavyotsav 2
આ રાષ્ટ્રના આજે તો એવા હાલ છે
જાતિ પ્રજાતિ એમ સૌના તાલ છે
તન રેશમી તેના સુંવાળા ગાલ છે
મૂર્તિ નથી તેની લચકતી ચાલ છે
આઝાદ કરવાને થયા લાખો શહીદ
એ દેશ નિજના લોકથી બેહાલ છે
તારા વગર દિવસ ગઝલથી હું ભરું
તેથી લખાઈ બહુ ગઝલ શું ખ્યાલ છે ?
સુખ ભાગ્યમાં તેના ઘણું , તો એમ થાય
શુભ જે વિધાતા એ લખ્યું એ ભાલ છે
એક વાત સાંભળ, કર્મ સારા તું કરીશ
કપરા સમયમાં એ જ તારી ઢાલ છે
- શ્વેતા તલાટી