આજ આટલી ગાડીઓની સુખ-સગવડોમા પણ જીવન ક્યાંક ખોરવાઈ જાય છે,
જ્યારે બાળપણમાં એ સાઈકલમાં પણ જીવન સમાઈ જતું,
આજ ગાડીઓ હોવા છતાં ક્યાંય જવાની ઈચ્છા નથી થતી,
જ્યારે બાળપણમાં પેલી આપણી સાઈકલ પર આખી દુનિયા જોવાની તાલાવેલી હતી,
હજીયે જો મળે એકાદ દિવસ એજ આપણી જૂની સાઇકલ તો પણ આપણે મજા માણી લેતા હોય છે,
પણ આપણને આપણું સોઘુ ગાડીઓનું સ્ટેટ્સ એ સાઈકલની મજા માણવા દેતુ નથી!
કેમ આપણે આટલા ખોવાઈ ગયા મોંઘા-સોઘા સ્ટેટ્સમા?
કે આપણે એજ સાઈકલ ચલાવવાનો લૂપ્ત ભૂલી ગયા,
શું આપણી સાઈકલ ગાડીઓ સામે એટલી ફીકી પડી ગઈ કે આજે એ સાઈકલ સામે નજર પણ નથી માડતા,
જેને ચલાવવાથી આપણને અમીર હોવાનો અહેસાસ થતો,
શું એવું તો નથી ને કે આ મોંઘેરી ગાડીઓની સાથે આપણો એ સાઈકલ ચલાવવાનો આનંદ ગુમાવી બેઠા??
જો એવું હોય તો ચાલો ને આજ ફરીવાર સાઈકલનો આનંદ માણીએ અને એ જૂના બાળપણના દિવસો યાદ કરીએ!!