Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ હમસફર મને મળે ના મળે આજની મહેફિલમાં.
ચિરઃપ્રતિક્ષા કદીએ ફળે ના ફળે આજની મહેફિલમાં.

છું રાજમાર્ગનો પથિક તોય સાવ એકલોને અટૂલો હું,
મુસીબત મનની કોઈ કળે ના કળે આજની મહેફિલમાં.

છોડો વાત ગલીની એમાં ચાલવું મુજને કદી નહીં ફાવે,
કોઈ સામેથી આવી ભળે ના ભળે આજની મહેફિલમાં.

સૂરસંગાથે ઉરઉર્મિઓ સરિતાવત્ વહી રહી છે કેવી !
વ્યથા અગોચર મારી ટળે ના ટળે આજની મહેફિલમાં.

હૃદયને ઝંકૃત કરનારી સૂરાવલિ હરી રહી છે મનને રે,
સ્મૃતિ એની અંતરમાં ઢળે ના ઢળે આજની મહેફિલમાં.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111170529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now