Gujarati Quote in Book-Review by vaibhav patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા… હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો…. અને દબાતે અવાજે પુછ્યું…. કેમ છે ભેરૂબંધ……! ઘરે..બધા કેમ છે….? છોકરા શું કરે છે…?

આ વાત સાંભળી ને ખેડુત માલિક મુંજાણો… બધા મજામાં છે..આટલું તો માંડ માંડ બોલી શક્યો…
બળદે કહ્યું કે મિત્ર. મુંજાતો નહિ…ચાલ્યા રાખે.. જેવા મારા નસીબ… પણ જે દિવસે તું મને દૌરી ને અહીં અજાણી જગ્યા એ મૂકીને ને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોટયો હતો અને ત્યારે તું મારો માલીક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી… હવે મારો ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે વાતું કરવી છે.
મિત્ર .. સાંજે તારે ઘરે વાત થયી કે હવે બળદ ને ક્યાંક મોકળો મૂકી આવવો છે… બસ ત્યારે આખી રાત મને નીંદર નહોતી આવી… મને બહુ દુઃખ થયું કે આ આંગણે મારી આ આખરી રાત …હવે આ ઘરે મારા અન્નજળ પુરા થયા છે,હું સવાર થવાની રાહ જોતો રહ્યો..અને સવારે તું મને દૌરડે બાંધી ને હાલ્યો ત્યારે મારે એક એક ડગલું ભવના ફેરા જેવુ હતું.. અરે… ભલા માણસ.. તું આમ અચાનક કાં ભૂલી ગયો ?
ખેડુત બોલ્યો, “એવું નથી.. પણ દુકાળ છે એટલે…ચારા ની તંગી જેવું છે એટલે મિત્ર”
બળદે કહ્યું: “અરે મારા મિત્ર ચારા ની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો..? તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે એની એંઠવાડ ખાઈ અને પાણી પિય ને હું દિવસો કાઢી નાંખત
મિત્ર તને યાદ છે… તારે નળીયા વાળા મકાન હતા, તારી પરિસ્થિતિ સારી નહોતી, ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરૂ, જેથી કરીને મારા માલીક ને સારી ઉપજ અને વધુ વળતર મળે, તને પગભર કરવામાં માટે મેં મોટી મહેનત કરી, તારા ખેતરડા ખેડયા,પૃથ્વી પેટાળ પલટાવી નાખ્યા, મેં દિવસ રાત એક કરી દીધા હતા, પછી કાળીયા ઠાકર ની કૃપા થી અને આપણી મહેનત થી તારે મોટા મકાન બની ગયા, મોટરસાઇકલ અને કાર આવી ગયી બધું સારુ થયી ગયું, હું તારા પરિવાર ને સુખી જોય ને હરખાતો હતો પણ જે દિવસે તારે ઘરે મીની ટ્રેકટર આવ્યું ,બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે. અરે…ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવા નો હતો,અને હવે મારે જાજુ જીવવના અભરખા પણ નથી,જેવા મારા ભાગ્ય. ખાસ એ કે તારા છોકરાઓ ને મારી સાથે મજાક મસ્તી કરવના,મને ટીંગાઈ ને વળગી ને રમવાના આદતહતા તો છોકરાવ ને કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરાના કરે કારણ કે મારી “માં અને ભેંસ ની માં”ના સંસ્કારોમાં બહુ જ ફેર છે.. ક્યાંક લગાડી ના દયે એનું ધ્યાન રાખજો
ઘરે જઈ ને બધા ને મારી યાદી આપજે.
મિત્ર…બીજું તો ઠીક પણ”રેઢિયાળ” નું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે, ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને તો ભેરૂબંધ મને..અફસોસ ના થાત…
બળદ ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા..
બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી નજર કરીને જુનાં સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલી નીકળ્યો

Gujarati Book-Review by vaibhav patel : 111170083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now