#KAVYOTSAV -2
પ્રેમ
દુનિયાભરમાં બસ તું જીવ મારો કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
માંબાપનાં હક બધાં ને હું જતાવુ કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
તારી ભૂલોને ભૂલ ગણી ભૂલું છું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
તારાં પોષાકની પસંદગી હું કરું.. કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
લોકોની ખોટી નજરોથી બચાવું. કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
માન આપી તારું સ્વમાન વધારું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
તન મન તારું મારું એક જ થયું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
લૂંટાવી સર્વસ્વ હું તને લૂંટી લઉં કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
નખરાં ઉઠાવી મનાવ્યા કરું તને. કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
નજરોમાં સમાવી "દિલ"માં રાખું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..