#KAVYOTSAV -2
પ્રેમ
કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો....
કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો..
દુનિયામાં હું છું એક તારો દિવાનો..
કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો...
નાં મૂકું એકલી તને જીવનની રાહમાં..
સદાય રહું તારાં સાથને.. સંગાથમાં..
કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો ...
આપ્યાં વચન બધાં પાળીશ નિશ્વાર્થમાં..
વારી જાઉં વહાલી તારાં અપ્રતિમ પ્રેમમાં..
કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો....
ના જોઉં રૂપ રંગ હું બન્યો તારો બાવરો..
જે છું બસ એવી રહેજે ગમતી તારાં રૂપમાં..
કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો..
દુનિયામાં હું છું એક તારો દિવાનો..
દક્ષેશ ઇનામદાર."દિલ"..