#KAVYOTSAV2
મધમધતી રાત માં હું ખોવાયો એક બાગ માં,
પગ માં ચંપલ નહીં, ને હારે મારો મિત્ર 'ચંપક' નહીં,
પછી થયું હેલા બહું ભારે કરી, મારે આજે જ ભૂલાવું તું આ બાગ માં,
એક સાંજ તણે, પછી તો ખબર પડી જ્યારે એ 'સાંજ' પરિણમી અંધારી 'રાત' માં,
ને શ્વાન ભસ્વા લાગ્યા, ને વળી કેટલાંક શિયાળીયા ની માફક રડવા લાગ્યા,
મારા તો ભાઈ હાથ પગ ફૂલાવા લાગ્યા, એવી શીતળ રાત માં પણ 'પસિના' છૂટવા લાગ્યા,
ને ચારેકોર ભય નું વાતાવરણ સર્જાયું સમગ્ર બાગ માં,
ને વળી 'આભ' પણ ગરજ્યું સાથ માં,
પલળીયો પૂરા દેહ થી, ચીરે આરોપેલા ''વેશ" સાથે,
કોઈક નક્કી આવ્યું હોવું જોઈએ, મારી 'યાદ' ની 'સંગાથ' માં,
નહીં તો હું થોડો નીકળતો હોઈશ આવો 'નીર્ભિક' થઈ, 'ડરપોક' બની આવા ઘોર અંધકાર માં,
એ જ રાત બાગ માં, લાગ્યું જાણે કોઈ નીકળ્યું તપાસ માં,
કેટલો મથ્યો પણ કોઈ ન મળ્યું સંપૂર્ણ 'બાગ' માં,
ને આખરે મે મારી જાત નો સંગ કર્યો, ને આખી રાત મે 'ખોળી' , પેલી વીતેલી સાંજ નો 'જપ' કર્યો,
બાદ માં 'બાગ' માનાં 'પુષ્પો', 'પર્ણો' પર મળી એ મને,
જયાં સુકાયાતા પર્ણો પર 'વર્ષાજળ' ના "ઓસ",
બાદ માં 'રાત' નો ભંગ કર્યો, ને બાગ ને 'પ્રભાત' ના આચમન સાથે 'બંધ' કર્યો,
મધમધતી રાત માં હું ખોવાયો એક બાગ માં,
જય ગુજરાત,જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.