# Kavyotsav 2
ગઝલ
“જીવન યાત્રા”
આ જીવનની સુંદર યાત્રા માણી લઈએ
આનંદથી જીવી ને ચાદર તાણી લઈએ
કોઈને ય ખબર જ નથી કે ક્યારે પતશે
તો આ થોડી બેઉ સાથે કાપી લઈએ
પગને દિશાઓ મળશે, રસ્તાઓ બનશે
હૈયાના દ્વાર અગર ખુલ્લા રાખી લઈએ
જ્યાં પણ પ્રેમ હશે, ત્યાં થોડું મનદુઃખ રહેશે
હસતા રડતા તે પણ સાથે સાંખી લઈએ
ઉપર ઉપરથી નહીં, હો,સાવ જ ભીતરથી ,
એકબીજાનું સારું-ખોટું જાણી લઈએ
હંમેશા જીવનમાં એકસરખું રહેશે નહીં
તો સુખ દુઃખ સાથે ને સાથે કાપી લઈએ
થોડી પળ આજે બંને સાથે બેસીને
મનના આલ્બમમાં શુભ યાદો નાખી લઈએ
છુટા પડશું તો શાયદ જ ફરી મળશું ને !!
બાકી જે દિવસ છે સાથે ગાળી લઇએ
- શ્વેતા તલાટી