Quotes by Sonal Ravliya in Bitesapp read free

Sonal Ravliya

Sonal Ravliya

@saturavaliya827405
(376)

(બેનપણી)

...... દી આખો અને રાત આખી અને જો
ઓછો પડે સમય તો બપોર પણ લઈ લઉં તારો,
તુંજ બેનપણી મારી સાચી......

....... કહેવાને માટે મારે એક થી દસ થી સો દોસ્ત
પણ મારા હૃદયના ખૂણામાં
તુંજ બેનપણી મારી સાચી.....

.... હું સમજી જાવ તેવા ઘણા મારે પણ મારા
હસતા ચહેરા ની પાછળ અમારી ઉદાસી ને સમજી લે
એ તુંજ બેનપણી મારી સાચી....

..... કહેવાને તારું મારું શરીર ભલે નોખુ હોય પણ
આત્મા બેયની એક જ ,મારા હસવાને પાછળનું દરેક કારણ તુંજ મારી બેનપણી સાચી...


.... સોનલ રાવલિયા.....

Read More

(કંઈક અધુરાં)

...... વાતોને મુલાકાત થઈ પૂરી પણ માંગી ના શક્યા એને હંમેશા રહ્યા અમે અધુરાં ....

...... કહેવું હતું ઘણું મારે ,પણ શબ્દો જ પડ્યા ત્યારે ઓછા અને રહ્યા અધુરાં....

....ખામીઓ હતી ઘણી મારામાં પણ તોયે રાજી થઈ અપનાવ્યા અમને,

પણ ના સાચવી શક્યા અમે એનાં અધુરા પણા ને...

... જિંદગીમાં આજ બધું પણ એના વગર આખી જિંદગી રહ્યા અને રહીશું અમે અધૂરાં અધુરાં...



........_સોનલ રાવલિયા......

Read More

....(ગમતું).......
...
........ દીકરી થઈને જન્મી ને મારા બધા ગમતાં દીકરા હોવાના હક છોડી દીધા ,

...... મોટી થતા ગમતું બાળપણ ખોવાયું ને મેં જવાબદારી ને ખંભે ઉપાડી ,

.... જિંદગી વધતા ગમતું ભણતર મૂક્યું ને ઘરનું કામકાજ સંભળાવ્યું ,

..... સમય આગળ જતાં ગમતા શોખ હેઠે રાખ્યા ને વિવાહ જીવન અપનાવ્યું ,

..... પોતાનુ ઘર ગમતું ત્યાં પારકી કેહવાતી ને હવે સાચે જ કોઈક નાં ઘરની બહુ બનીને ત્યાં પણ પારકી જ રહી ,

..... ગમતો હમસફર પણ ના મળ્યો અને હવે સમજણ અને સમજોતા થી જિંદગી જીવીએ ,

.... એ તો કહેવાની વાત કે ગમતું મૂકવું એમાં શું ??

....પણ ક્યારેક કોઈકના હૃદયને પૂછજો ,,

ગમતું મૂકવાની પીડા વેદના અને દર્દ આખી જિંદગી હૃદયને અંદરથી કોતરી ખાય નાખે.!


.....✍️..સોનલ રાવલિયા _....

Read More

હજાર વાર તૂટ્યું તોયે આ હૃદય હજી કોઈક નો
ભાર ખમવા તૈયાર છે...

હૃદયથી ઘણી વધારે રડી આ આખો તોયે હજી કોઈકને ગમાડીને પોતાનામા સમાવવા તૈયાર છે...

શરીરને કેટલી વાર દૂર કર્યું એનાથી તોયે હજી
કોઈકને સ્પર્શ કરવા માટે તૈયાર છે...

ધન્યવાદ કરું હું બે હાથ જોડી હું આ મગજને જે હજી છોડીને ગયા તેને સ્વીકારવા તૈયાર છે...


__સોનલ રાવલિયા...

Read More

(...વીર કાંડા તારે...)

વહાલા વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)

એક ગાંઠ વારુ ને
માંગુ ભાઈ મારા ઉંમર તારી જાજી...

વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)

બીજી ગાંઠ વારુ ને
માંગુ મારા માડી જાયા પગલે ને ડગલે સુખ તારે

વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)

ત્રીજી ગાંઠ વારુ ને
માંગુ ભયલા રિદ્ધિ સિદ્ધિ ને વધારે ઈજ્જત

વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)

ચોથી ગાંઠ વારુ ને
માંગુ મારા લાડકવાયા આસુ ના ભીંજવે કોઈ દી તારી આંખને ચહેરો રયેે કાયમ હસતો તારો..

વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ...


_સોનલ રાવલિયા.....

Read More

કંઈક અધુરા ની આદત નો તી હવે પડી ગઈ ,

કહેવા વગર સમજી જતાં હવે તે કહેવાથી પણ નથી રોકાતા,

સમજદારી થી જિંદગી જીવતા હવે જવાબદારી સાથે જીવીએ,

Read More