#સંવેદના
પોતીકા પાનેતર પર પારકી ચંદેરી
જનકના વાત્સલ્યે તનુજા હિરણ્યે મઢી
પામરિયું બંધાયું ચંદેરીના છેડલે
જનનીની શિખ લઇ દુહિતા મંડપે ચડી
ચોરીના ફેરા ચાર... અનલની સાક્ષી એ
પિયર છોડી જવાની વ્યથા હિલ્લોડે ચડી
પિયુજીની બંગલીમાં કુમકુમના પગલાં
નિયતિની પમરાટ મહેંદીની ભાતમાં ભળી
સુખ-દુઃખમાં સાથના હેતે દેવાયા વેણ
કૌમુદીના ઉજાશે વલ્લભા વલ્લભમાં ભળી
પ્રારબ્ધે લખાયાં રૂપેરી લેખ
પિયુના સ્નેહની "સંવેદના"(લાગણી) મળી !!!
Neha Bagthariya