Quotes by neha bagthariya in Bitesapp read free

neha bagthariya

neha bagthariya

@nehabagthariya.945921


#સંવેદના

પોતીકા પાનેતર પર પારકી ચંદેરી
જનકના વાત્સલ્યે તનુજા હિરણ્યે મઢી

પામરિયું બંધાયું ચંદેરીના છેડલે
જનનીની શિખ લઇ દુહિતા મંડપે ચડી

ચોરીના ફેરા ચાર... અનલની સાક્ષી એ
પિયર છોડી જવાની વ્યથા હિલ્લોડે ચડી

પિયુજીની બંગલીમાં કુમકુમના પગલાં
નિયતિની પમરાટ મહેંદીની ભાતમાં ભળી

સુખ-દુઃખમાં સાથના હેતે દેવાયા વેણ
કૌમુદીના ઉજાશે વલ્લભા વલ્લભમાં ભળી

પ્રારબ્ધે લખાયાં રૂપેરી લેખ
પિયુના સ્નેહની "સંવેદના"(લાગણી) મળી !!!

Neha Bagthariya

Read More

"Gift"

પ્રિતેશ આજ સવારથી વિચારમગ્ન થઈ બેઠો હતો. Mother's day નિમિત્તે મમ્મી ને શું gift આપવી એ જ સુઝતું નહોતું. ત્યાં અચાનક

"may I coming sir?"

સાંભળી પ્રિતેશ વિચારતંદ્રામાંથી બહાર આવ્યો. સામે રાઘવ હતો. પ્રિતેશ કંપનીનો બોસ હતો પણ મળતાવડા સ્વભાવનો હોવાથી બધા સાથે friendly હતો. તેણે રાઘવને આવકારતા કહ્યું,

"બોલ શું કામ પડ્યું?"

"સર, મારે આવતીકાલે એક દિવસની રજા...."

"Everything is fine?...anything serious?"

"ના...ના...સર એવું કાંઈ નથી પણ....."

રાઘવને અટકી જાતા જોઈ પ્રિતેશે ફરી પૂછ્યું બોલને શું થયું??? અચાનક રજા કેમ જોઈએ છે???

"સર આવતીકાલે mother's day છે તો મારે આખો દિવસ mom સાથે રહેવું છે. Mom માટે મારા સમયથી વિશેષ gift બીજી કંઈ નહીં હોય એટલે રજા....."

પ્રિતેશ ને રાઘવની વાત સ્પર્શી ગઈ અને તેને પોતાના problem નું solution પણ મળી ગયું.


નેહા બગથરીયા

Read More