#કાવ્યોત્સવ -2
હે, પ્રભુ...
હે, પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
મુખ પર એજ હાસ્ય હદયે પ્રેમ આપજે !
હે, પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
દરેક દિવસ ને નિર્મળ ને હળવો બનાવજે !
હે,પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
આંખો માં એજ તેજ ને હદયે વ્હાલ આપજે !
હે, પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
શરણે આવેલા નું શરણું સ્વીકારજે !
હે, પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
યાચક ની યાચના ધારણ કરજે!
હે, પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
દુઃખ માં ડૂબે નહીં સુખ માં સરે નહીં એવી ધારણા આપજે!
હે,પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
આશા મારી ખૂટે નહીં આશિસ તારા પતે નહીં!
હે,પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
અભિમાન મને નડે નહીં વિચાર તારો આવે એ બક્ષિસ આપજે!
હે,પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
તારે શરણે આવેલ જીવ ને પ્રેમ આપજે પોતાના યાદ આવે નહીં એવું ધૈર્ય આપજે!
હે,પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે...
રોગી નો રોગ દૂર થાય એ દિલાસો આપજે આંસુ એના રોકજે!
હે પ્રભુ જેવી સવાર એવી સાંજ પાડજે!