ખુશીમા રાત વિતાવે છે ઘણા છતાં ગમની સાથે સવાર થાય છે…
ક્યાંથી ચેન પડે દિલને હવે,જ્યાં જુઠ્ઠી મહોબતનો માર ખાય છે…
દિલથી દિલના સોદા નથી, ફક્ત શરીરના વેપાર થાય છે…
રાત્રે મુઝરામાં ફૂલ વરસે છે ને સવારે મંદિરમાં હાર થાય છે…
મને હજી સમજાતું નથી કે ખુદા કેમ આટલો ઉદાર થાય છે.