#Kavyotsav _2
#કાવ્યોત્સવ_૨
#પ્રેમ
ગઝલ
(લગાગાગા લગાગાગા લગાગા)
એ હૈયાં ભીતરે ઘર્ષણ શે જાણું ?
પ્રણય બોલો કે આકર્ષણ, શે જાણું ?
જે રોકી રાખ્યું આંસું આમ છાનું
તે આંસું આગમાં તર્પણ, શે જાણું?
પ્રણય સાચો નજરથી આ રેલાતો
રે સૂનો સાવ આ દર્પણ , શે જાણું?
કે સાથી આમ આ મળ્યા જીવનમાં
કે કર્યું શાથી સમર્પણ જો,શે જાણું?
દુઃખો મારા જે લીધા આ' સહજ' જો
ને પોતાની ખુશી અર્પણ ,શે જાણું?
ડો.સેજલ દેસાઈ
સુરત