#kavyotsav -2
બાળક સાથે.....
બાળક સાથે બાળક બની રહેવું છે ગમે,
વિસરાયેલા શૈશવના સ્મરણો સાભરે જાણે કે.
નિખાલસતા છે હૈયે હજૂય છૂપાયેલી જાણે
ડોકિયું કરવાને બહાર થનગનતી આજે કે.
શૈશવ હતું એ બાખોડીયા ભરતું જાણે,
દોટ મૂકી કશે દૂર ભાગ્યું છે જાણે કે.
ઉત્સુકતા, ચંચળતા કશેક ખોવાઈ જાણે,
વ્યસ્તતા મા ચપળતા ગુગળાઇ જાણે કે.
થયું મન સરી પડું નિર્દોષ બાળપણમાં હું આજે,
સોનેરી સમય ના પડછાયા માં લપેટાઉ આજે કે.