#કાવ્યોત્સવ 2
ચાલો આજ એક નવી દુનિયા બનાવીએ,
સ્વર્ગ ને પણ ઝાંખી પાડે એવી ધરા બનાવીએ,
ના દુઃખો ને જગ્યા હોય, ના દર્દ ની વાતો મળે,
એવી એક ખૂબસૂરત નગરી બનાવીએ,
પ્રેમ ની નદીઓ વહે, લાગણીઓના સમુદ્ર મળે,
એવી એક ખૂબસૂરત વસુંધરા બનાવીએ,
ના વેર ઝેર હોય, ના ઈર્ષા મળે લેશ,
જ્યાં ઉભરાય હેત આપર એવી ધરણી બનાવીએ,
હસતા ખીલતા ચહેરાઓ મળે, મળે નયન રમ્ય નિશાનીઓ,
નવા ઉમંગો સભર એવી ધરતી બનાવીએ,
જ્યાં નિર્ભય રહે દરેક દીકરીઓ, જ્યાં ડર ના હોય સહેજ,
ચાલો "બેનામ" એવા આપણે શહેરો વસાવીએ..
✍️.....બેનામ