#કાવ્યોત્સવ - 2
સમી સાંજ ની વેળા શાંત વાતાવરણ...
પંખી કલરવ ને વાતો પવન...
વાતો એ ચડેલ એ ઝાડની ડાળીઓ....
ખરતા સુકાયાયેલ એ પર્ણો...
રમત રમતા એ નાના ભૂલકાઓ...
ડારો દેતી એ માં..ચાલો ચોપડી પકડો કેહતી માં...
શોરબકોર થી ભરેલ આ વાતાવરણ...
સ્ત્રી નાં મનમાં ચાલતી સુ રસોઈ બનાવું ની વીટમ્બણા...
થાક થી પહોંચેલ પતિ નું આગમન...
સાંભળે છે ચા બનાવે કે બહાર જાવ...
પાલવે હાથ લુંછતી દોડતી એ પત્ની...
લ્યો આવી જ નો એ રણકાર...
સાંજ નું આ વર્ણન ને જોતી મારી નજર...
હર્ષ થી વધાવતી હું....ને મલકાતી મારી કલમ...