શું અંતર ? મારા અને બીજાના પ્રેમમાં?
શું ફરક ? મારા ને બીજા ના પ્રેમમાં?
ફક્ત બે ચાર સારી વાતો લખી સારો પ્રેમી થોડો બની સકાય .
પ્રેમ ના બલિદાન આપવાની વાતો કરી સારો પ્રેમી થોડી બની શકાય ?
મારા અને બીજાના પ્રેમમાં અંતર એટલુજ જેટલું આ આકાશ અને ધરતી વચ્ચે રહેલું છે .
મારા અને બીજાના પ્રેમમાં ફરક એટલોજ કે જેટલો આગ અને પાણી માં રહેલો છે .
આકાશ અને ધરતી વચ્ચેનું અંતર અગણ્ય છે ,શું આકાશને ઈચ્છા નહિ થતી હોઈ ?ધરતીને ચૂમવાની,વ્હાલ કરવાની ,તેની સાથે જીવવાની .
પણ પ્રેમ હમેશા પરીક્ષા લેતો રહે છે ,અને તેની સાથે આવે છે જવાબદારી .
કેવી અસહ્ય વેદના આકાશ અનુભવતું હશે પ્રેમમાં,કે જેને પ્રેમ કરે છે ,તેને દીવસ રાત પોતાની આંખ સામે નિહાળતું રેવાનું પણ મિલન નો કોઈ અંશ નહિ .
એટલે જ જયારે ધરતી ધગધગી જાય છે .ત્યારે આકાશ થી ના છુટકે રડી પડાય છે .પણ સાચા પ્રેમમાં પડેલા આંસુ પણ વ્યર્થ નથી જતા.
તે આંશુ ધરતી ને એવી ઠંડક આપે છે .કે તે બધું ભૂલી જાય છે .અને તડકાથી તરડાયેલી ધરતી પ્રેમીના આંશુ થી લીલીછમ થઇ જાય છે .
જાણે આ લીલીછમ ઉંચી હરિયાળી આભને ચૂમીને વ્હાલ કરતી હોઈ તેવું લાગે ,
આજ અંતર છે ,મારા ને બીજા ના પ્રેમ માં .બન્ને વચ્ચેનું અંતર ભલે ગમે તેટલું હોઈ ,પણ તું જયારે તકલીફ માં હસેને ત્યારે હું વાદળની જેમ વરસી પડીશ.
"અને સાચા પ્રેમીના આંશુ પણ વ્યર્થ નથી જતા"
અને મારા અને બીજાના પ્રેમમાં ફરક એટલો કે જેટલો આગ અને પાણી માં છે .
બીજાનો પ્રેમ હશે આગ જેવો પણ મારો પાણી જેવો છે .
તને ચાહું છુ,એટલે તારી ચાહત માં સતત પીગળતો રહું છુ,બરફની જેમ .
તું વઢે ,કે ધખે તો હું વધુ પ્રજ્વલિત બની તને દાજાડતો નથી ,
પણ તારી અંદરની આગને પાણી બનીને બુજાવું છું.પછી ભલેને હું વરાળ બની ઉડી જાવ.
"તારા પ્રેમ માં મને દીવો મટી આગ થવા કરતા ,પાણી મટી વરાળ થવું ગમશે "
"એકંક"
-- mayank makasana
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111163099