આમ કેમ થાય છે...?
આમ કેમ થાય છે
ચાહુ છુ જેને જેને હુ
એજ દૂર જતુ જણાય છે
આમ કેમ થાય છે
આતે કેવી દુનિયાદારી
કઈંક અલગ જ લાગે છે એની હોશિયારી
હોય પાસે ત્યારે મુખે મલકાય છે
બાકી તો ખરી એ દૂર થી જ ઓળખાય છે
આમ કેમ થાય છે
ચાહુ છુ જેને જેને હુ
એજ દૂર જતુ જણાય છે
ધારેલુ એક્દમ અટકી જાય છે
અણધાર્યુ ઓચિંતુ આગળ થાય છે
સુખમા ક્યારેક રડી જવાય છે
અને દુખ મા હસી જવાય છે
આમ કેમ થાય છે
ચાહુ છુ જેને જેને હુ
એજ દૂર જતુ જણાય છે
જીવન જીવાય છે કે
આયખુ આ લૂટાય છે
સમજાતુ નથી કે
શુ વ્યતિત થાય છે
દિન રાત જેમ જાય છે તો
રાત મા નિંદ ચાલી જાય છે
સમજાતુ નથી કે
આમ કેમ થાય છે
ચાહુ છુ જેને જેને હુ
એજ દૂર જતા જણાય છે
નાના હતા ત્યારે મન મળતા હતા
મોટા થયા તો મન ખરતા જાય છે
મારી તારી કરવામા રહી જાય છે
અને એક બીજામા વિષ ભરતા થાય છે
સમજાતુ નથી કે
આમ કેમ થાય છે
ચાહુ છુ જેને જેને હુ
એજ દૂર જતા જણાય છે
©હસમુખ એમ ઢોલા
#કાવ્યોત્સવ