જળની મોસમ / ગઝલ#KAVYOTSAV-2
-વિશાલ જોશી "સ્નેહ"
સ્પર્શોનાં ઝાકળની મોસમ.
ભીની ભીની પળની મોસમ.
તારા હાથે પ્યાલો પીધો,
હૈયામાં ખળભળની મોસમ.
ના પામ્યા અગ્નિસાક્ષીએ,
જળસાક્ષીએ જળની મોસમ.
આંખો પાગલ કરવા કાફી,
તું લાવી કાજળની મોસમ.
જાત જરા સાંભળી લઈએ,
આવી ઊંડા તળની મોસમ.