Gujarati Quote in Poem by Devanshu Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ ૨.૦
વિષય : અધ્યાત્મ
શીર્ષક : ભાવ પુષ્પ

ભાવ પુષ્પ

હેએએએ.. (શ્રી)રાજ શરણું ગ્રહી, મોહ મન થી પરહરી
જીવ જો સંયમને માર્ગ જાશે,
પરમ જીન પદ તણું સત્ય દર્શન કરી
દુઃખ સર્વ કાળ ના ક્ષીણ થાશે....હેએએએ..(શ્રી)રાજ શરણું

હેએએએ.. બાહ્ય ક્રિયા જડતા અને જ્ઞાન શુષ્કતા
દૂર થઇ મોક્ષ ને માર્ગ જાશે.
ત્યાગ વૈરાગ્ય ના બંધ દ્વાર ખોલીને
આત્મજ્ઞાન માર્ગ મન ઉદિત થાશે....હેએએએ.. (શ્રી)રાજ શરણું

હેએએએ.. મોહનીય કાર્ય જે બાધ્ય વિતરાગ ના
મન નાં મતાંતરો ત્યાજ્ય થાશે.
સેવી શ્રીમદ તણાં પાવન ઉપદેશ ને
જ્ઞાન, સમદર્શિપણું સાધ્ય થાશે....હેએએએ.. (શ્રી)રાજ શરણું

હેએએએ.. ત્યાગી સ્વછંદમત, સેવે (શ્રી)સદ્દગુરુ લક્ષ
એ જીવ સત્ય સમકિત ભાસે.
માનાદિ જીવ તણાં જે શત્રુ ઘણાં
કેવળ ગુરુકૃપાએ દૂર થાશે....હેએએએ.. (શ્રી)રાજ શરણું

હેએએએ.. જ્ઞાન વિના ત્યાગ વૈરાગ શા કામનાં?
એ ભાન વિના સદ્દગુરુજી કોણ આપે?
વંદુ શ્રીમદ ચરણ, માંગુ હું તુજ શરણ
ભક્ત ગણી રુદિયા માં ભાવ સ્થાપે

હેએએએ.. (શ્રી)રાજ ચરણે પડી, માંગુ હું હરઘડી
હૈયે મુજ, હેત તુજ નિત્ય રાખે
જ્ઞાન અને ભક્તિ એક રસ થઈ વહ્યા કરે
દાન-પુણ્ય-કર્મે ઔચિત્ય આપે......! ! !

© દેવાંશુ પટેલ
(ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ એવા પરમ કૃપાળુ દેવ શ્રીમદ્દ રાજચંદ્ર ના ચરણકમળો માં સાદર ભક્તિ સમર્પિત)

Gujarati Poem by Devanshu Patel : 111162550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now