આખરે ફૂટી ગયું બીજ
કૂંપળે ઉગી ગયો દ્વીજ!
છે હયાતી,માણવી રીત,
ખીલવા ભુમિ,નથી ભીંત!
તાપ, પાણી,વાયરો મીત
રોકશો જો,આફતો વિધ!
પામતો ઘેઘુરતા ગીચ
વિકસી ભૂમિ ભણી પ્રિત!
ઉગશે ફૂલો, ફળો, વિધ
આખરે બીજુ મળ્યું બીજ!
આખરે ફૂટી ગયું બીજ
કૂંપળે ઉગી ગયો દ્વીજ!!!
---દેવાંગ દવે ©