Gujarati Quote in Shayri by Bhavna Bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ2
સુદામા...... 7-5-2019

એકવાર આંખો મિલાવી તો જુવો શ્યામ,
મને સુદામા બનતા વાર નહીં લાગે.

એકવાર દિલનો પોકાર સાંભળી તો જુઓ,
મને સુદામા બની ધબકતા વાર નહીં લાગે.

એકવાર મારે માટે ઘનશ્યામ તો બની જુવો,
મને સુદામા બની યાચના કરતા વાર નહીં લાગે.

એકવાર મને સાદ તો પાડી જુવો શ્યામ,
મને ઉઘાડા પગે દોડતા વાર નહીં લાગે.

એકવાર ભાવનાનો ભાવ તો સમજી જુવો શ્યામ,
મને સરગમના સૂર બનતા વાર નહીં લાગે.

એકવાર મહેલ થી બહાર તો નીકળી જુવો શ્યામ,
તમારી દોસ્તીનો સુદામા બનતા વાર નહીં લાગે....

ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Shayri by Bhavna Bhatt : 111162414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now