#kavyotsav2
ક્ષણે ક્ષણે બદલાતા સબંધો શહેરનો એવો મોસમ છે
નથી એકમેકને વિશ્વાસ છતાં કહે છે બધું ઓસમ છે
ઢળે છે આ જીવન સંધ્યા જો અંધકારનું આગમન છે
સાંભળ તો જરા ખુદને બચાવવા એક તું જ સક્ષમ છે
હરરાજી તારા ગમો ની આમ શાને તું જમાનામાં કરે છે
કળિયુગ છે આ યારો અહીં તો પ્રપંચનો જ પરચમ છે
આ ખાલીપા માં પણ હરદમ ખુદ ને તું શોધી રહ્યો છે
નથી બોલાયા કોઈ શબ્દો કેવો મૌન નો અભિગમ છે
તારા જ ઘરમાં તું શાને આમ મહેમાન બનીને રહ્યો છે
કહેવું પડે હો નિલ વહેવાર તારો પણ ખૂબ અનુપમ છે
-નિલ