ભાવનાપ્રધાન
દવાખાના ના રસ્તેથી .....
એ રસ્તેથી ..
પસાર થતા..
વચ્ચે આવતી હોસ્પિટલ..
મને યાદો ના પ્રદેશ માં લઇ જાય છે..
માં ના હઠાગ્રહ થી..
વાલ ના ઓપરેશન માટે હું તૈયાર થાઉં છું..
દવાખાના ની સીડી ચઢતાં..
માં..ગમગીન બની જાય છે.
ને હું..
પ્રભુ તારા પ્રકોપ સામે લાચાર...!!
દર્દ સામાન્ય નથી પણ..
કોશિશ..!!!
જેવા દાક્તર ના લાગણી શબ્દો..
માં ને સાંત્વના આપે છે..
ને હું ઓપરેશન થિયેટર માં દાખલ થાઉં છું..
થોડી વારમાં શ્વેત બગલાજેવું ટોળું આવી પહોંચે છે..
ને મારા ધબકતા હ્રદય માં
જાણે અજાણે..પરાણે..
છરી ભોંકે જાય છે..
ને હું મૃતાત્માં ની પેઠે પડયો પડયો નિહાળું છું કોઈ અગાઢ સ્વપ્નને...
બેભાન અવસ્થાથી...
જાગતા જ..
દૂર ખૂણામાં..
બેઠી..મારી માં....
ને નિરખું છું..!!
એ સ્વજનો ને દિલાસો આપવા ..
આવતા આંસુ ઓ ને ગાયબ કરી દેતી હતી..
પણ,
મને જોતાવેંત..
આંખો થી નદી..વહેવડાવી દે છે..
ને હું.. ફક્ત.
બે અશ્રુ થી વધાવી રહ્યો
માં ના પ્રેમ ને..
ખુદા બક્ષ ડોક્ટર ની હાજરી માં..
હસમુખ મેવાડા.