#કાવ્યોત્સવ
#KAVYOSTAV -2
હદય નો પાસવર્ડ.... ઇમોશનલ
હૃદયના દરવાજાને પણ બંધ રાખવો પડે છે આજકાલ.....
હર કોઈ એમાં આવી જાય છે પૂછ્યા વિના અહીં આજકાલ.....
હૃદયના દરવાજાનો પણ પાસવર્ડ રાખ્યો છે મેં આજકાલ....
એને તો ભટકવાની ઈચ્છા બહુ થાય છે આજકાલ....
એટલે જ તો સમજદારી નો એક પાસવર્ડ બનાવી રાખ્યો છે મેં આજકાલ....
પ્રેમની તો આદત જ છે પૂછ્યા વિના થઇ જવાની આજકાલ....
આવે છે ત્યારે તો બહુ સુંદર હોય છે....
પણ જાય છે ત્યારે બધું જ વેરવિખેર કરી નાખે છે આજકાલ...
એટલે જ એક હદય નો પણ પાસવર્ડ બનાવી રાખ્યો છે મેં આજ કાલ... મેં આજકાલ...