#kavyostav -2. "બાલ ગીત". "બાલ ગીત"
ચા નું વ્યસન ખોટું,
મામા નું મન મોટું,
મોટા મોટા ડુંગર,
ઘર માં મોટા ઉંદર,
ઉંદરે ખાધા ઘઉં,
હું પહોંચ્યો મઉ,
મહુ પાસે રેવા,
મા-બાપ ની કરવી સેવા,
સેવા થી મળશે સુખ,
ન મળે કોઈ ને દુઃખ,
નંદુ રાજુ ભાઇ ભાઇ,
તમે બચાવો પાઈ પાઈ.
- કૌશિક દવે