Gujarati Quote in Shayri by Bhavna Bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav2
*ઈશ્ચરને ફરિયાદ * 3-5-2019

ફરિયાદ લઈને કેટલી હું આમ ભટકું છું,
ઈશ તારા જ દરબારમાં સેંકડો શ્રધ્ધા ધરી ઉભી છું.

સંબંધોના ભલે થતા વાર પર વારથી હું ટંકાયી છું,
ટંકાયા પછી ઈશ દરબારમાં એટલે જ આવી છું.

ભાવના ઉપર જે મિનારા મઢી ઝરોખામાં બેઠા છે,
ફરિયાદ ઈશ એક જ લઈ તારે શરણે આવ્યા છે.

પશ્ચિમની સંસ્કૃતિના રવાડે ભૂલ્યા માવતર છે,
ફરિયાદ પણ ક્યાં કરવી, જણ્યા જ દગો દે છે.

દુનિયા આમજ ઉંધમૂધ ઘેટા બની ચાલ્યું છે,
કોઈને કોઈની પરવા નથી, ફરિયાદ કોણ સાંભળે છે...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Shayri by Bhavna Bhatt : 111158268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now