#Kavyotsav -2
#કાવ્યોત્સવ
#ભાવનાત્મક #લાગણી
'ટીન એજ '
દિકરો મારો મોટો થઈ ગયો ,
બાળક મટી 'ટીન એજ' થઈ ગયો !
દિવસે નહીં તો રાત્રે વધતો,
મારા કરતાં ઊંચો થઈ ગયો !
કાર્ટૂન નહીં ગમતાં એને હવે,
ઈંગ્લીશ ફિલ્મો જોતો થઈ ગયો !
અત્યાર સુધી હતો કહ્યાગરો,
હવે થોડું સામે બોલતો થઈ ગયો !
જમવામાં વધ્યાં નખરાં એનાં,
પીઝા, બર્ગર માંગતો થઈ ગયો !
કુતુહલ વૃત્તિ એની ગજબની,
એના પ્રશ્ર્નો 'ગુગલ ' માં શોધતો થઈ ગયો !
કેટલીયે રમતો રમતા ન થાકતો ક્યારેય,
હવે મોબાઇલ ગેમ રમતો થઈ ગયો !
ડો.સેજલ દેસાઈ