Gujarati Quote in Poem by Kaushik Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# kavyostav-2 "જીવન બદલાઈ ગયું"

એક ખરાબ પળે જીવન મારું બદલાઈ ગયું,
હસતા ખેલતા કુટુંબ માં,
ઉદ્વેગ થી જીવાઇ ગયું,
જેને ગણતા' તા મારા,
તેમના થી ડરાઈ ગયું,

એક ખરાબ પળે, જીવન મારું બદલાઈ ગયું,
નાણાં વગરનો નાથિયો,
લોકો થી બોલાઈ ગયું,

એક ખરાબ પળે,
જીવન મારું બદલાઈ ગયું,
હરખ શોક ના કરો,
એ કુદરત થી કહેવાઇ ગયું,

એક ખરાબ પળે, જીવન મારું બદલાઈ ગયું,
પલ પલ વાર માં,
ખરાબ પલ બદલાઈ ગઈ,
એક સારા આશિષે,
જીવન મારું બદલાઈ ગયું,

જીવન ની ઘટમાળ ને,
લોકો એ નિહાળી લીધું,
કર્મોના સરવાળે,
જીવન મારું બદલાઈ ગયું,

ઇશ્વરે આપેલી Hint થી,
કાવ્ય આજે રચાઇ ગયું,

એક સારા પળે,જીવન મારું બદલાઈ ગયું,
હે ઈશ્વર,હે પ્રભુ,
તારો પાડ માની ગયો,

તારું આપેલું જીવન,
હવે જીવન જ બદલાઈ ગયું....... - કૌશિક દવે # kavyostav-2

Gujarati Poem by Kaushik Dave : 111156747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now