Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજુ.... વાર્તા... 2-5-2019

રાજુ ખૂબ જ મજાના માણસ. આખો દિવસ બધાને હસાવતા રહે. કોઈ પણ વાત હોય એ કોમેડી શોધી જ લે અને બધાને હસાવે. અાજુબાજુ રહેતા પડોશીને પણ હસાવે એમના આ ખુશમિજાજ સ્વભાવના લીધે એ આબાલવૃદ્ધ સૌને પ્રિય છે.. રાજુ પોતાને બાપુ ના હુલામણા નામથી ઓળખાવતા અને વાતે વાતે કહેતા " બાપુ તો બાપુ જ છે " બાપુના ઘરમાં માછલીઘર અને બે સસલા પાળેલા હતા.
ગરમી ચાલુ થઈ ગઈ તો લીલા નારિયેળ વેચાવા આવ્યા સોસાયટીમાં બધાએ લીધા બાપુએ બે નારિયેળ પાણી પી અને સામે રહેતા બેન ને ઘેર ખાલી નારિયેળ આપી આવ્યા કે સૂકાય એટલે તમારે ચૂલામાં સળગાવા ચાલશે. એ બેને સામે સસલા માટે કોબીજ ના પાંદડા આપ્યા તો બાપુ કહે મેં તમને બે મોટા નારિયેળ આપ્યા તમે ખાલી બે પાંદડા જ આપો છો??? કંઈક તો શરમ કરો.
એક દિવસ બાપુ એમના ઘરવાળી (બા) ને બહાર ફરવા લઈ ગયા. બા ને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું એમણે બાપુ ને કહ્યું. બાપુએ અમૂલ પાર્લર પાસે સ્કુટર ઉભુ રાખ્યુ. બા ને કહે બોલ કયો આઈસ્ક્રીમ ખાવો છે બા કહે ફ્રોસ્ટિક બાપુ કહે તુ અહીં ઊભી રહે હુ લઈ ને આવુ. બાપુ એ પાર્લર વાળા ને કહ્યું કે એક નોનસ્ટિક આપો ફટાફટ. પાર્લર વાળો હસવા લાગ્યો કહે એ તો વાસણ વાળાની દુકાન પર મળે.. બાપુ આવીને બા પર ભડક્યા આવી તે કેવી પસંદગી છે અહીં નથી મળતો. બા કહે તમે શું માગ્યુ તો બાપુ કહે નોનસ્ટિક, બા કહે નોનસ્ટિક નહીં ફ્રોસ્ટિક હાલો હુ જોડે આવુ.
બાપુ રેસ્ટોરન્ટમાં જમવા જાય એટલે વેઈટર ગમે એટલો પતલો હોય એને પહેલવાન કહી ને જ બોલાવે અને સલાડ મંગાવે તો કહે એક પ્લેટ આચાર લાવજો.
એક દિવસ એમનો છોકરો રમત કરતો હતો એને મારી ને કહે " ભણને તરબૂચ જેવા.." છોકરો હાજરજવાબી કહે, "તરબૂચ ના તમે બાપ છો ..."
બાપૂ કહે "ભલે , અમે અમારા ઘરમાં રહીયે છીએ તારા ઘેર આવ્યા તરબૂચ..!???"
આમ જિંદગી ને હસી મજાકમાં જ જીવન જીવતા....

ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Blog by Bhavna Bhatt : 111156208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now