#KAVYOTSAV -2
#ઈશ્વર
પ્રભુ તારાજ વિશ્વાસમાં...
નજર ગઈ બારી થકી આજ
અવકાશમાં,
મારું ચિત્ત, મન પ્રભુ તારાજ
વિશ્વાસમાં.
ભલે હું માનું "અહં બ્રહ્માસ્મી" પણ જોઈએ તું આસપાસમાં.
પાનખર પછી તું જ વસંત એ સદાય વસે મારા શ્વાસમાં.
ભલે હું મને "સમય માનું", પણ તોય કઠપૂતળી બનીને રહ્યો તારા હાથમાં,
એ તારી દુનિયાદારી સદાય અમારા ધ્યાનમાં.
પળ પળની રાખે જાણ, કર્મોનો હિસાબ કરી પહોચાડે શિખર કે તળમાં,
એ તારી જાદુગરીને વંદુ ને માનું તારાજ રાજમાં.
જિંદગી આખી તારીજ ઉધારી એ વાત મારા ધ્યાનમાં,
લાગણીઓ અને પ્રેમ મળ્યો તારો મને વરદાનમાં.
ભળી જશે જીવન સવારી તારાજ આત્મારૂપી અંશમાં,
અગણિત બારીઓ ખૂલશે તારા થકીજ મોક્ષમાં.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...