#kavyotsav -2
શું ગજબની તાકાત છે આ યાદની,
યાદોનો કાફલો આ કાફીર ને થેહરાવી જાય છે.
જે નથી ઊભો કદી પોતાના પડછાયા માટે,
એને પણ આજે કોઈની મીઠી યાદ થંભાવી જાય છે,
શું ગજબની તાકાત છે સાહેબ આ યાદમાં,
ભર ઉનાળે પણ રણમાં પાણીના ખાબોચિયા ભરાય જાય છે,
ના તો આ યાદોનુ કોઈ ઠેકાણું છે કે ના કોઈ પોતાનું,
તો પણ યાદ અપાવી જાય છે કોઈ ચોક્કસ સરનામાની,
શું ગજબની તાકાત છે આ દિલમાં "વિરાજેલી" યાદની,
તે કાફીરને પણ થંભાવી જાય છે,