#kavyotsav -2
વરસોથી પલળી રહ્યા તા વરસાદમાં,
નાચી રહ્યાતા મગ્ન બની મોર વરસાદમાં,
જોઈને મોર વષાઁની પ્રિત મુંજવાતો રહેતો હું હરપળમાં,
જાણી ના શક્યો હું આટલો કેમ થનગને છે મોર વરસાદમાં,
વરસોથી પલળી રહ્યા તા વરસાદમાં,
પણ જયારે બંધાયો ખુદ હું પ્રિતના અણમોલ તાતણામાં,
લગાવી દિલથી દિલ તડપી રહ્યો હું એના ઈતંજારમાં,
ત્યારે મળ્યો જવાબ મને એ ક્ષણભરમાં,
કે કેમ થનગને છે મોર વરસાદમાં,
હવે હું પણ પલળી રહ્યો છું વરસાદમાં,
ફરક બસ એટલો જ કે મોર પલળે વરસાદમાં,
ને હું પલળી રહ્યો દિલમાં "વિરાજેલી" યાદોના વરસાદમાં,