Gujarati Quote in Shayri by Jaimeen Dhamecha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV_2

નક્કી..!

શબ્દોની ડાળે ચળકતું અશ્રુ ટહુકયું છે..!
નક્કી, વાક્યની ધાર પર કશુંક તૂટ્યું છે..!

હોઠે સ્મિતનો થોડો સળવળાટ વર્તાયો છે,
નક્કી, ભીતર કંઈક કૂંપળ જેવું ફૂટ્યું છે..!

ખૂણા પહેલાંની જેમ હવે ભીના નથી થતાં,
નક્કી, ખાબોચિયાનું ખારું જળ ખૂટયું છે..!

ક્ષણો માર્યા કરે છે હળવી મીઠી ટપલીઓ,
નક્કી, યાદોનું એક ટોળું પાછળ છૂટ્યું છે..!

બળે છે આંખો - હૃદયમાં ઉઠેલી ધૂમ્રસેરોથી,
નક્કી, કોઈ અંગત નામ મારાથી રુઠયું છે..!

- જૈમીન❤️

Gujarati Shayri by Jaimeen Dhamecha : 111155101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now