Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો#૫
૧.બસ, બહુ થયું. દુઃખો હણવા બધી સ્ત્રીઓ કરે એ જ કરવું પડશે. ચાલ જીવ, શોપિંગ કરું ! ખચાખચ ભરેલા વોર્ડ રોબ માં થી એકેય ડ્રેસ પહેરવા લાયક તો છે જ નહીં.કઈ રીતે જઉં ! શોપિંગ કેન્સલ થયું, દુઃખ શરૂ !

૨.કંઈ નહીં, કાલે બે જણે મને યોગા કરવાની સલાહ આપી છે. તો ચલો, યોગા કિયા જાયે ! મસ્ત શીર્ષાસન કરી હું ઊંધી થઈ ગઈ. આજ મૈં ઉપર, આસમાં નીચે..અરે, પણ બાપ રે હવે ચત્તું કેમ નું થવાનું ?. સવાર સવાર માં ઘર ગજવી ને માંડ બધા ને ઉઠાડ્યા ને બધા એ મને પછી સીધી કરી. હવે થી યોગા કેન્સલ, બધા મારી પર હસ્યાં..ને હું રોજ ની જેમ દુઃખી !

૩.બસ, કોઈ ને મારી પરવા જ નથી. ને હવે mb સિવાય કોઈ આરો નથી . પણ અરેરે , કાલે ખાલી ૮ લાઈક ! મને એમ કે મારા દુઃખો વહેંચવા ( કે વંચાવવા ) થી ઘટશે.. પણ કોઈ ને પડી નથી. થોડા સાચા મિત્રો પરખાઈ ગયા. હવે બસ, mb છોડી જ દઉં. એમ વિચારો ને વિચારો માં હું ૧૦ માળ સીડી ચડી ગઈ. ને પાળી પર ઊભી રહી ગઈ..ત્યાં યાદ આવ્યું કે મારે તો ખાલી ફાની mb છોડવાનું છે, ફાની દુનિયા નહીં ! એટલે ચૂપચાપ દાદરા ઉતરી ને ઘર માં આવી ને બેસી ગઈ છું.

આમ તો હું નાનપણ થી સુપર ટેલેન્ટેડ છું , પણ ભૂલકણા સ્વભાવ ના લીધે જ માર ખાઉં છું. ઓછા માં ઓછી ૧૫ લાઈક મળે તો, બાકી ની વાતો કાલે કરું,નહીં તો.. નહીં તો ય કહેવી તો પડશે જ !!

Gujarati Jokes by Amita Patel : 111152230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now