#AB ?kunjdeep...
પાંપણ
આજે પાંપણ શું ભીંજાઈ મારી
જગ આખા ને ખબર પડી ગઈ.
કોઈ દિવસ મને કેમ છે
એવું પણ ન પૂછતા લોકોને,
આજે મારા મનની
ખબર કાઢવા ની જરૂર પડી ગઈ...
મારી આંખ અને ભીની થયેલી
પાંપણ પર ન જોતા,
ના હારવાનો મનમાં સંકલ્પ નો હવન કર્યો છે
એ વાત કહેવાની જરૂર પડી ગઈ...
હું આજે પહેલી વાર મારા માટે જીવી છું
એનો હરખ આજે આંખો છલકાવી ગઈ,
પાંપણ ભીંજવે છે તનને
પણ આ ખુમારી મારી મને ગમી ગઈ...
કુંજદીપ.