ના જન્મ તારી મરજીથી,
ના મરણ છે તારા હાથમાં...
થોડી ઘણી તકદીરની રેખા,
આપી દીધી તારા હાથમાં !
પાત્ર તારું નક્કી પહેલેથી ,
કેમ ભજવવું ? તારા હાથમાં..
પળમાં પડદો પડી જશે, ત્યાં,
દાદ મેળવવી તારા હાથમાં !
ભરી ભરીને કેટલુંક ભરીશ,
સાવ નાનકડા તારા હાથમાં..
જગ જીત્યા પછી ય શું રહ્યું,
બોલ શુ રહશે, તારા હાથમાં ?