*કર્મ*
પ્રભાત ના પ્રહરમાં ભાથું લઈને જા, માનવ તું કર્મ ને કાજે તારા ભુખ્યા ન રહે બાળ.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે કર્મ કરે ફળ પાવે અપાર, હું બેઠો લઈ તારી સંભાળ.
ઈમાનદારીથી રોજી રોટી લેજે ન કરજે કોઈ પર અત્યાચાર,
કર્મ ના લેખાંજોખાં લેવાય.
પરીવાર નું પેટ ભરજે ભુખ્યા ન કોઈ અતિથિ ન જાય, જે મળે સરખા ભાગે વહેંચી ખાય.
કહે નર સંસાર ના સઘળાં કર્મ ના હિસાબ અંત કાળે લેવાય, આ વાત જો જો ન ભુલાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.